વિશ્વપ્રસિદ્ધ ફુટબોલર લિયોનેલ મેસીએ વનતારામાં અનોખી અને યાદગાર પળો સર્જી. વિશ્વભરમા અનેક મેદાનમાં મેસીએ પોતાની ફુટબોલ કળાનો જાદુ બતાવ્યો છે. જેનાથી ચાહકોને ખુશ કર્યા છે. મેસીની રમતથી તેના ચાહકો ખુશ થતા હોય છે. મેસીએ વનતારામાં ગજરાજ સાથે પણ ફુટબોલની મજા માણી.
હાથી સાથે રમતી વખતે મેસીએ પોતાની ખુશી વ્યક્ત કરી અને પ્રકૃતિ તથા પ્રાણીઓ પ્રત્યેનો લાગણીસભર અભિગમ દર્શાવ્યો. આ અનોખી મુલાકાત દરમિયાન મેસીના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી. વનતારામાં મેસીની આ મુલાકાત અને ગજરાજ સાથેની ફુટબોલ મજા લોકો માટે યાદગાર બની રહી, જેમાં રમત, આનંદ અને પ્રકૃતિનો સુંદર સંગમ જોવા મળ્યો.
View this post on Instagram


