જામનગરમાં અન્નપુર્ણા માતાજીના વ્રત ચાલી રહ્યા હતાં. 21 દિવસના વ્રતમાં ગઇકાલે રવિવારે જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ પૌરાણીક અન્નપુર્ણા મંદિરે ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું.
જામનગરમાં મોટી સંખ્યામાં બહેનો અન્નપુર્ણા માતાજીનું વ્રત રાખતા હોય છે. 21 દિવસ સુધી બહેનો આ વ્રત કરે છે. ગઇકાલે રવિવારે હોય લાલવાડી વિસ્તારમાં આવેલ અન્નપુર્ણા માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 30,000થી વધુ ભાવીકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને અન્નપુર્ણા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે પ્રખર વકતા કાજલ હિન્દુસ્તાની પણ અન્નપુર્ણા માતાજીના મંદિરે દર્શને પહોંચ્યા હતાં. સવારથી જ મંદિરે ભાવીકોની ભારે ભીડ જામી હતી.


