Friday, December 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરની ડી.સી.સી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ નશામુકત ભારત અને સ્વદેશી અપનાવોની પ્રતિજ્ઞા લીધી

જામનગરની ડી.સી.સી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ નશામુકત ભારત અને સ્વદેશી અપનાવોની પ્રતિજ્ઞા લીધી

વિશ્વ હિન્દુ પરીષદ દુર્ગાવાહીની દ્વારા નશામુકત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ

આજે આપણે સહુને એક અત્યંત ગંભીર અને રાષ્ટ્રના ભવિષ્યને અસર કરતા વિષય પર ચર્ચા કરવાની જરૂર છે. ભારત સૌથી વધુ યુવા ધન ધરાવતો દેશ છે ત્યારે આપણે વ્યસનના હલદલમાં ફસાતા જઇ રહ્યા છીએ તો વિશ્વ હિન્દુ પરીષદ દુર્ગાવાહીને અને માતૃશકિત દ્વારા નશા મુકત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત જામનગરની ડી.સી.સી. હાઇસ્કૂલમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આપણો દેશ યુવાનોનો દેશ છે. પરંતુ આ યુવા શકિત પર આજે નશાનું એક કાળુ વાદળ છવાયેલુ છે. ત્યારે વિશ્વ હિન્દુ પરીષદ દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા નશા મુકત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત શહેરની જુદી-જુદી શાળાઓ, કોલેજો, છાત્રાલયોમાં નશામુકતીના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરની મઘ્યમાં આવેલી શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત ડી.સી.સી. વિવિધલક્ષી હાઇસ્કૂલ અને એન.ડી.શાહ વિદ્યાલયના પ્રિન્સીપાલના માર્ગદર્શન હેઠળ યુવાનો વચ્ચે સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહીની ટોળી સદસ્ય કૃપાબેન લાલ દ્વારા નશા મુકિત અંગે વકતવ્ય આપવામાં આવ્યું હતું તેમજ દેશની આર્થીક સમૃધ્ધી અને રાષ્ટ્રના ગૌરવ અને આત્મસન્માન માટે દેશમાં બનેલી વસ્તુઓ ઉપયોગ કરવા માટે નશામુકત અને સ્વદેશી અપનાવોની પ્રતીજ્ઞા લેવડાવી હતી.

આ તકે વિશ્વ હિન્દુ પરીષદમાંથી સૌરાષ્ટ્ર પ્રાંત સામાજીક સમરસતા પ્રમુખ વિશાલભાઇ ખખ્ખર, માતૃશકિત પ્રાંત સહ સંયોજીકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહીની પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ, જામનગર મહાનગર સહમંત્રી વિજયભાઇ વોરા, સત્સંગ પ્રમુખ પ્રફુલ્લાબેન અગ્રાવત, શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલીત ડી.સી.સી. વિવિધલક્ષી હાઇસ્કૂલ અને એન.ડી. શાહ હાયર સેકન્ડરી વિદ્યાલયના પ્રીન્સીપાલ ડો. સંજય ભરતકુમાર દતાણી તેમજ સમગ્ર સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને પ્રતીજ્ઞા લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular