Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆપ નેતા પર થયેલ હુમલાનો જામનગરમાં વિરોધ - VIDEO

આપ નેતા પર થયેલ હુમલાનો જામનગરમાં વિરોધ – VIDEO

વિરોધ પ્રદર્શન કરી રસ્તો રોકતા આમઆદમ પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

આમઆદમી પાર્ટીના નેતા ઉપર થયેલ હુમલાના વિરોધમાં જામનગર શહેરના આમઆદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લાલબંગલા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરી રસ્તો રોકવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી ગઇ હતી અને આમઆદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરમાં તા.5 ડીસેમ્બરના ટાઉન હોલ ખાતે આમઆદમી પાર્ટીનો જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શખ્સ દ્વારા આમઆદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇ આમઆદમી પાર્ટીના હોદેદારો, કાર્યકરોમાં રોષની લાગણી છવાઇ છે. આ જુતા કાંડને લઇ જામનગર શહેર આમઆદમી પાર્ટી દ્વારા લાલબંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો દ્વારા રસ્તા પર બેસી જઇ રસ્તો રોકવા જતાં પોલીસની ટીમ દોડી ગઇ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. આમઆદમી પાર્ટી દ્વારા ભાજપ-કોંગ્રેસ વિરૂઘ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular