6 ડિસેમ્બરે ભારતીય બંધારણના પિતા ડો.ભીમરાવ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. ‘પરિનિર્વાણ’નો અર્થ મૃત્યુ પછી ‘નિર્વાણ’ અથવા જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ થાય છે.
View this post on Instagram
દર વર્ષે 6 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જામનગર શહેરના લાલ બંગલો સર્કલ પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. મંત્રી સાથે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, કોર્પોરેટરઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


