જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન અચાનક અણધાર્યો હંગામો સર્જાયો હતો. જાહેર મંચ પર ગોપાલ ઇટાલીયા પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિ અચાનક આગળ આવીને તેમની દિશામાં બુટ ફેંક્યો હતો. ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસે તુરંત જ સંદર્ભિત વ્યક્તિને કાબુમાં લઈ અટકાયત કરી હતી.
View this post on Instagram
આ અચાનક બનેલી ઘટનાથી સભામાં ક્ષણિક હડકંપ મચી ગયો હતો. ગડબડ દરમિયાન કેટલીક ખુરશીઓને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.પોલીસે પરિસ્થિતિને તત્કાળ નિયંત્રણમાં લઈ સભા ફરીથી સામાન્ય કરી હતી.


