ખંભાળિયા તાલુકાના મીઠાપુર ગામના વૃદ્ધએ એકલવાયા જીવનથી કંટાળીને ગળેફાંસો ખાઇ મોતને મીઠું કર્યું હતું. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના દેવપરા ગામે રહેતા બાપુડીયાભા જીવણભા માણેક નામના 65 વર્ષના વૃદ્ધના લગ્ન થયા ન હતા અને તેઓ એકલવાયું જીવન જીવતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે જિંદગીથી કંટાળીને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે પોતાના ઘરના ફળિયામાં આવેલા ઝાડમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. બનાવ અંગેની આલાભા માણેક દ્વારા જાણ કરાતા મીઠાપુર પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ હાથ ધરી હતી.


