લાલપુર નજીક આવેલી હોટલ સામેના રોડ પરથી બાઇક પર પસાર થતાં યુવાનની બાઇક રોડની સાઇડમાં ઉભેલા બાઇક સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યાં ના બનાવમાં પોલીસે અકસ્માત ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને ખેતી કરતા ભીમશી જેતશીભાઇ ડાંગર (ઉ.વ.40) નામના યુવાન ગત તા.24 નવેમ્બરના રોજ બપોરના સમયે તેના જીજે10 એએસ 5857 નંબરના બાઇક પર લાલપુરથી નવી પીપર ગામની સીમમાં આવેલા ખેતરે જતાં હતા તે દરમિયાન લાલપુર નજીક આવેલી પરીવાર હોટલ સામેના રોડની સાઇડમાં ઉભેલા જીજે10 ડીબી 7745 નંબરના બાઇક સાથે અથડાતા અકસ્માતમાં ભીમશીભાઇને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઇ લગધીરભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. ડી.કે. બેરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


