ખંભાળિયાની સગીર બાળાને તેણીના સાવકા પિતા અને માતા દ્વારા ત્રાસ આપવાના કેસમાં માતા-પિતાને ત્રણ વર્ષની કેદની સજા ફટકારાઇ છે.
આ કેસની વિગત મુજબ ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીર વયની બાળા સાથે તેણીના સાવકા પિતા તથા માતા દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના કારણે તેણી પોતાનું ઘર છોડીને ચાલી ગઈ હતી. જે અંગેનો બનાવ ગત તારીખ 22 નવેમ્બર 2021ના રોજ પોલીસમાં નોંધાયો હતો.
જેને દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી દ્વારા આપવામાં આવેલા આદેશના આધારે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગ કસ્તુરબા સ્ત્રીવિકાસ ગૃહ દ્વારા આ અંગેની ધોરણસરની કાર્યવાહી કરી અને કરવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ આ અંગેનો કેસ ખંભાળિયાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સોલંકીની કોર્ટમાં ચાલી જતા સગીરાના હિતને ધ્યાનમાં લઇ અદાલતે બંનેને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.


