Friday, December 5, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છપુરપાટ જતી કારની ઠોકરે ટ્રેકટર સવાર નંદાણાના વૃદ્ધનું મોત

પુરપાટ જતી કારની ઠોકરે ટ્રેકટર સવાર નંદાણાના વૃદ્ધનું મોત

પુરપાટ આવતી કારએ ટ્રેકટરને ઠોકર મારતાં ટ્રેકટર પલટી ગયું : વૃદ્ધ અને તેનો ભત્રીજો ટ્રેકટરમાંથી ફંગોળાયા : વૃદ્ધનું ગંભીર ઇજા પહોંચતા મોત : ભત્રીજો ઇજાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતાં વૃદ્ધ તેના ભત્રીજા સાથે ટ્રેકટરમાં જતા હતા ત્યારે સામેથી આવી રહેલી આઇ 20 કારના ચાલકે તેમને હડફેટે લઇ ફંગોળતા શરીરમાં જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજા થવાથી તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસે તપાસ આદરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા જયસુખભાઈ અરજણભાઈ સોનગરા (ઉ.વ.35) નામના સતવારા યુવાન તેમના ફુવા શામજીભાઈ હીરાભાઈ નકુમ સાથે બુધવારે રાત્રિના સમયે તેમના ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જીજે37 બી 4443 નંબરની ઈં-20 મોટરકારના ચાલકે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જતા ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રેક્ટરમાં બેસેલા શામજીભાઈ નકુમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું. તેમજ ભત્રીજા જયસુખને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા જયસુખભાઈ સોનગરાએ જાણ કરતાં પીએસઆઇ કે. પી. ઝાલા તથા સ્ટાફે પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular