દેવભુમિ દ્વાકરા યાત્રાધામ ખાતે પુનમ પર ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આજે વહેલીસવારથી જ વિવિધ રાજ્યોમાંથી ભકતો દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતાં. જગત મંદિર ખાતે ભગવાનના દર્શન માટે મુખ્ય દ્વારથી લઇને મંદિર પરિસર સુધી ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. જ્યારે મંદિર પરિસરમાં જય દ્વારકાધીશના જયઘોષ ગુંજી ઉઠયા હતાં અને પૂનમના ભકતોએ પુજા, દર્શન અને પરિક્રમા કરી પુણ્યલાભ મેળવ્યો હતો.
View this post on Instagram


