Friday, December 5, 2025
Homeવિડિઓતમારું SIR નું ફોર્મ સબમીટ થયું કે નહીં ઓનલાઈન ચકાસવા માટે જુઓ.......

તમારું SIR નું ફોર્મ સબમીટ થયું કે નહીં ઓનલાઈન ચકાસવા માટે જુઓ…. – VIDEO

ઘણાં લોકોને પ્રશ્ર્નો થાય છે કે બીએલઓ એ ઘરે આવીને જે માહિતી લીધી છે અને ફોર્મ ભર્યુ છે તેનું શું થયું…. આ કામગીરીમાં પોતાના ફોર્મનું શું સ્ટેટસ છે તે જાણવા માટે ઘણાં લોકો ઉત્સુક છે. ત્યારે ચાલો અહીં જોઇએ કે તમે કેવી રીતે જાણી શકો કે તમારું ફોર્મ બીએલઓ એ સબમીટ કર્યુ કે નહીં.

- Advertisement -

જી હા, આ માહિતી તમે ઓનલાઈન ચકાસી શકો છો. બીએલઓએ ભરેલું તમારું ફોર્મ સબમીટ થયું છે કે નહીં તે જાણવા માટે તમારે https://voters.eci.gov.in/ વેબસાઈટ પર જઇને સાઈન કરી કરવું જેમાં તમારે તમારો ફોન નંબર અને કેપ્ચર કોડ નાખવાનું રહેશે ત્યારબાદ ઓટીપી પણ આપવાનું રહેશે.

આ પ્રક્રિયા બાદ જમણી બાજુ ફુલ એન્યુમરેશન ફોર્મ નામના ટેબ પર કલીક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી પાસે એપીક નંબર માંગશે જે આપતાની સાથે જ તમને જાણવા મળશે કે બીએલઓ એ તમારું ફોર્મ સબમીટ કર્યુ છે કે નહીં જેની વધુ વિગતો જાણવા તમે બીએલઓનો સંપર્ક કરી શકો છો.

- Advertisement -

ત્યારબાદ આગળના સ્ટેજની વાત કરીએ તો હવે 9 ડિસેમ્બરના ડ્રાફટ મતદાર યાદી બહાર પાડવામાં આવશે. જો આ યાદીમાં તમારું નામ ન હોય તો વાંધા અરજી માટે 8 જાન્યઆરી સુધીનો સમય મળશે.
તો હવે આ પ્રક્રિયા દ્વારા તમે પણ ઘરે બેસીને ઓનલાઈન તમારા SIR ફોમનું સ્ટેટસ જાણી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular