Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપશ્ચિમ રેલવેના જનરલ મેનેજર જામનગરની મુલાકાતે - VIDEO

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર જામનગરની મુલાકાતે – VIDEO

જામનગર રેલવે સ્ટેશને સેફ્ટી સહિતની બાબતોનું નિરીક્ષણ : બોમ્બેની જી.એમ.ની વિશેષ ટ્રેનમાં અધિકારીઓ-કર્મચારીઓનો કાફલો આવ્યો

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ 3 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ ડિવિઝનના મોરબી–જામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે આ રેલવે ખંડમાં સેફટી અને સુરક્ષા ધોરણો, માળખાકીય વિકાસના કાર્યો, મુસાફરોની સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને અન્ય પ્રગતિના કાર્યોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. જનરલ મેનેજરની સાથે વિવિધ વિભાગોના મુખ્ય વિભાગીય વડાઓ, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

- Advertisement -

પોતાના વાર્ષિક સેફટી નિરીક્ષણ દરમિયાન,  ગુપ્તાએ લેવલ ક્રોસિંગ, મહત્ત્વપૂર્ણ મોટા અને નાના પુલો, સેક્શનલ સ્પીડ ટ્રાયલ, પોઈન્ટ અને ક્રોસિંગ સહિત વિવિધ સેફટી તત્ત્વોનું ઊંડું નિરીક્ષણ કર્યું અને તેમણે મોરબી, રાજકોટ અને જામનગર સ્ટેશનો પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓનો પણ વિગતવાર તાગ મેળવ્યો.

મોરબીમાં, તેમણે રેલવે સ્ટેશન ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ બિલ્ડિંગ, રિલે રૂમ, ગાર્ડ અને ડ્રાઇવરોના રનિંગ રૂમ, કોમ્યુનિટી હોલ, ટ્રેડર્સ રૂમ, ગુડ્સ શેડ અને ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડેપોનું નિરીક્ષણ કર્યું.

- Advertisement -

રાજકોટમાં ગુપ્તાએ રેલવે સ્ટેશન ઉપરાંત લોબી,  રેલવે કોલોની અને રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી.

રાજકોટ–હડમતિયા ખંડ વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ રન કરવામાં આવ્યો. જાળિયાદેવાણીમાં તેમણે રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યું અને હાપા–જામનગર સેક્શનનું વિન્ડો ટ્રેઇલિંગ નિરીક્ષણ પણ કર્યું.

- Advertisement -

જનરલ મેનેજરે મુસાફરોની સેફટીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતાં સંબંધિત અધિકારીઓને ટ્રેક, સમપાર ફાટકો અને અન્ય સેફટી ધોરણોની વિગતવાર સમીક્ષા કરીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા, જેથી ટ્રેન સેવાઓ વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સમયસર સંચાલિત કરી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular