જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા-ખીજડીયા ગામના સીમ વિસ્તારમાં આજે વહેલી સવારે દીપડો દેખાયો હતો. અચાનક જ વન્ય પ્રાણીની હાલચાલ નજરે પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં પણ ડર અનુભવી રહ્યા છે અને સતર્કતા પૂર્વક અવરજવર કરી રહ્યા છે.
ગામલોકોએ ઘટનાની તાત્કાલિક જાણ વનવિભાગને કરી હતી. જાણ મળતા જ કાલાવડ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ વનવિભાગે વિવિધ ટીમો રવાના કરી દીપડાની શોધખોળ શરૂ કરી છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામની આસપાસ પેટ્રોલિંગ અને મોનિટરિંગ વધારવામાં આવ્યું છે જેથી દીપડાને ઝડપથી કાબૂમાં લેતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ગ્રામજનોને હાલ સાવચેતી રાખવા તથા રાત્રિના સમય અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
View this post on Instagram


