Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકમિશનર સહિતના અધિકારીઓ દ્વારા સમર્પણ ચોકડી પાસે નિરીક્ષણ - VIDEO

કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા સમર્પણ ચોકડી પાસે નિરીક્ષણ – VIDEO

પુલ બનાવવા બાબતે લગત અધિકારીઓ, કર્મચારીઓ સાથે ચેકીંગ

જામનગર શહેરમાં સમર્પણ બાયપાસ નજીક પુલ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા આજરોજ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને લગત વિભાગ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સમર્પણ ચોકડી પાસે પુલ બનાવવાની કામગીરીને લઇ પ્રકિયા હાથ ધરવા માટે અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશભાઇ જાની, મુકેશભાઇ વરણવા, સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યો હતો અને સમર્પણ ચોકડી પાસે વિવિધ વિભાગના કર્મચારીઓને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. તેમજ લગત વિભાગ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. અને આ સમર્પણ ચોકડી પાસે પુલ બનાવવા માટે નિરીક્ષણ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular