ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક વધી ગયો છે. દીપડાએ 4 જેટલા લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં 3 લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલાના લાઈવ વિડીઓ સામે આવ્યો હતો જે ત્યાંના કોઈ સ્થાનિકે ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. દીપડાના હુમલા અંગે વનવિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. દીપડાના અવારનવાર હુમલાથી સ્થાનીકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
View this post on Instagram


