Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયજામનગરમાં WHO દ્વારા સ્થાપિત ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટરમાં કામની 79 ટકા પ્રગતિ

જામનગરમાં WHO દ્વારા સ્થાપિત ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટરમાં કામની 79 ટકા પ્રગતિ

રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નમાં માહિતી અપાઈ

જામનગરમાં WHO દ્વારા સ્થાપિત ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટરમાં ઓકટોબર સુધીમાં ભૌતિક પ્રગતિ 79 ટકા અને નાણાંકીય પ્રગતિ 40 ટકા થઇ હોવાનું આયુષ મંત્રાલય દ્વારા રાજ્યસભાના સાંસદ પરીમલભાઇ નથવાણીએ પુછેલા પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવાયું હતું.

- Advertisement -

રાજ્યસભાના સાંસદ પરીમલભાઇ નથવાણીએ જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર (GTMC) માં માળખાગત કાર્યની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યસભામાં માહિતી માંગી હતી. જે અંગે આયુષ મંત્રાલય દ્વારા ઓકટોબર સુધીમાં આ સેન્ટરની એકંદર ભૌતિક પ્રગતિ 79 ટકા અને નાણાંકીય પ્રગતિ 40 ટકા થઇ હોવાનું જણાવાયું છે. લોકો અને પ્લેનેટના સર્વાગી સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ પ્રાચીન સાણ પણ અને આધુનિક વિજ્ઞાનને ઉત્તપ્રેરીત કરવા માટે વ્યુહાત્મક દ્રષ્ટીકોણ ધરાવતા આ કેન્દ્રે જામનગરને વૈશ્વિક જ્ઞાન નકશા પર મુકયું છે. (GTMC) વૈશ્વિક સ્તરે પુરાવા આધારીત પરંપરાગત પૂરક અને સંકલીત દવા માટે એક મુખ્ય જ્ઞાન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular