કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
આ ફ્લાઇટને હૈદરાબાદને બદલે મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઇમરજન્સી લેન્ડિંગના પગલે, તમામ મુસાફરોને પ્લેનમાંથી ઉતારીને સુરક્ષાના ભાગરૂપે ઇમરજન્સી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
આ ફ્લાઇટમાં જામનગરના મુસાફરો પણ હતા, જેઓ અચાનક થયેલા આ ડાયવર્ઝન અને લેન્ડિંગના કારણે હેરાન-પરેશાન થઈ ગયા છે. મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને મુંબઈ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ચેકિંગ ચાલી રહ્યું છે.


