Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં જિલ્લાસ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી - VIDEO

જામનગરમાં જિલ્લાસ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી – VIDEO

શહેરના ટાઉનહોલ ખાતે આજ રોજ ગીતા જયંતિના પાવન અવસરે જિલ્લા સ્તરીય “ગીતા મહોત્સવ” ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નિર્દેશો મુજબ જિલ્લા કક્ષાનો આ મહોત્સવ જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ પણ બની રહ્યો હતો.

- Advertisement -

ગીતા જ્ઞાન અને ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતી સંસ્કૃતિ પ્રદર્શનીનું પણ કાર્યક્રમ સ્થળ પર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રીમદ ભગવત ગીતા અને માનવ જીવન વિશે પ્રેરક ઉદ્ધબોધન પણ યોજાયા હતાં. સાથે જ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ થયું હતું. ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ તકે આણદાબાવા સેવા સંસ્થાના પૂ. મહંત દેવપ્રસાદ મહારાજ, પ્રણામી સંપ્રદાયના ધર્મચાર્યો પૂ.આચાર્ય 108 કૃષ્ણમણી મહારાજ સહિતના સંતો પણ ઉપસ્થિતિ રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular