Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું વિક્રમ-1 રોકેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું વિક્રમ-1 રોકેટ

વિક્રમ-1 એક પ્રાઇવેટ ઓર્બિટ રોકેટ છે : વિક્રમ-1ની કાર્બન કોમ્પોઝિટ બોડી છે, તેના ચોથા સ્ટેજમાં 3D પ્રિન્ટેડ લિક્વિડ એન્જિનનો ઉપયોગ થાય છે

પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ વિક્રમ-1 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં હવે પ્રાઇવેટ સ્પેસ સેક્ટર શરૂ થઈ રહૃાું છે. ભારતને સ્પેસ સેક્ટરમાં આગળ પહોંચાડવા માટે સરકાર ખૂબ જ કોશિશ કરી રહી છે. નરેન્દ્ર મોદી દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસનું ઇન્ફિનિટી કેમ્પસનું પણ ઉદ્નઘાટન કરવામાં આવ્યું છે. વિક્રમ-1 એક પ્રાઇવેટ ઓર્બિટ રોકેટ છે. એના દ્વારા ભારત હવે સ્પેસમાં ખૂબ જ ઝડપથી આગળ વધશે. આ પ્રાઇવેટ સેક્ટરનો ઉપયોગ હવે ઇસરો અને દેશના અન્ય સ્પેસ એજન્સીઓ પણ કરી શકશે.

- Advertisement -

ઇન્ફિનિટી કેમ્પસને બે લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. એમાં દુર મહિને એક રોકેટને લોન્ચ કરવાની ક્ષમતા છે. આ કેમ્પસમાં ડિઝાઇનની સાથે રોકેટ બનાવવાની અને એને લોન્ચ કરવાની સાથે જ એને ટેસ્ટ પણ કરશે. વિક્રમ-1 રોકેટ અર્થની લો ઓર્બિટમાં જવા માટે સક્ષમ છે. આ રોકેટ 500 કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે છે. વિક્રમ-૧ની કાર્બન કોમ્પોઝિટ બોડી છે. તેના ચોથા સ્ટેજમાં 3D પ્રિન્ટેડ લિક્વિડ એન્જિનનો ઉપયોગ થાય છે. એના કારણે તે જૂની ડિઝાઇન કરતાં એકદમ હલકું છે. સ્કાયરૂટ આ દ્વારા લોન્ચને ખૂબ જ ઝડપી અને લેક્સિબલ બનાવવા માગે છે. આ ડિઝાઇન દ્વારા તેમણે ઇનોવેશન કર્યું હોવાથી એ ગેમ ચેન્જર બની શકે છે.આ વિશે નરેન્દ્ર મોદીએ કહૃાું કે ‘છેલ્લા કેટલાક વર્ષમાં ભારતની એવિએશન સેક્ટરમાં ખૂબ જ ઉત વિકાસ થયો છે. દૃુનિયામાં આજે ભારત ખૂબ જ ઝડપથી વિકાસ કરતું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ છે. દુનિયાભરમાં ડોમેસ્ટિક માર્કેટમાં ભારત આજે ત્રીજા ક્રમે છે. ભારતના લોકોની મહત્ત્વકાંક્ષા ખરેખર આકાશ સ્પર્શી રહી છે.

વિક્રમ-1નો ઉપયોગ નાની સેટેલાઇટ્સને ખૂબ જ ઝડપથી લોન્ચ કરવા માટે કરી શકાય છે. ઇસરોના SSLV અને રોકેટ લેબના ઇલેક્ટ્રોનની જેમ આ રોકેટ પણ ખૂબ જ ઝડપથી દિશા બદલી શકે છે. આ રોકેટ દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે મહત્ત્વનું કામ કરી શકાય છે. આથી ભારતમાં જ નહીં, પરંતુ આખી દૃુનિયાભરમાં આ રોકેટ ઇન્ડિયન સ્પેસ ટેક્નોલોજીને આગળ લાવી રહૃાું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular