Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ

જામનગર શહેરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ

દારૂ, અસામાજિક તત્ત્વો, વાહન ચેકિંગ, જુગારી સહિતના સામે કડક કાર્યવાહી : સિટી ‘સી’ ડિવિઝન અને એલસીબીનો સપાટો

જામનગર સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં 90 થી વધુ પોલીસ કાફલો ચેકીંગ માટે મેદાને પડયો હતો. દારૂ, હોટલ, ધાબા, ધાર્મિક સ્થળ, અસામાજિક તત્ત્વો સહિતના મુદ્ે ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી ગેરકાયદેસર ચાલતી દારૂની પ્રવૃત્તિઓ સહિતના મુદ્ે કડક ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ બૂટલેગરો, માથાભારે શખ્સો, વાહન ચેકિંગ અંતર્ગત પણ સ્પે. કોમ્બીંગ ડ્રાઇવ ચાલી રહી છે. ગત્ ગુરૂવારના રોજ જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના સુપરવિઝનમાં પોલીસ કાફલો મેદાને ઉતરી ચેકિંગ હાથ ધયુર્ર્ હતું. સિટી ‘સી’ ડિવિઝન હેઠળના શંકર ટેકરી, પાણાખાણ, ગોકુલનગર, બાવરીવાસ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.

આ ચેકિંગ દરમ્યાન પ્રોહીબીશનના 18, મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેકિંગ 47, માથાભારે ઇસમો ચેક 11, અસામાજીક ઇસમો ચેક 09, ટપોરી ઇસમ ચેક 02, પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક 38, જાણીતા જુગારી/ધંધાર્થી ચેક 12, અવાવરૂ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક 04, વાહન ચેક 157, હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેકના 21 કેસો કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી પો.ઇન્સ વી.એમ.લગારીયા, સિટી ‘સી’ પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી, સિટી ‘એ’ પો.સ્ટે પો.ઇન્સ. એન.એ.ચાવડા તથા સિટી ‘બી’ ડિવિઝન પો.ઇન્સ. પી.પી.ઝા, બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટેશનના પો. ઇન્સ. એ.કે.પટેલ તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ તથા એલ.સી.બી. /એસ.ઓ.જી સ્ટાફ તથા ડોગસ્કોડ સાથે આ કાર્યવાહીમાં પો.ઇન્સ 04, પો.સબ ઇન્સ 09 મળી આશરે 90 પોલીસ સ્ટાફ. ડોગસ્કવોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular