જામનગર શહેરના બેડેશ્વર પુલ નજીકથી ભત્રીજીને સ્કૂલે મુકી ઘરે જતાં મહિલાને અન્ય મહિલાએ આંતરીને ગાળાગાળી કરી ઝઘડો કર્યા બાદ મહિલાના ઘરે જઇ દરવાજો ખખડાવી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર પંચવાટી ગૌશાળા વિસ્તારમાં રહેતા ઉમીયાબા અનિરૂઘ્ધસિંહ જાડેજા (ઉ.વ.43) નામના મહિલા ગત તા.22ના રોજ બપોરના સમયે જ્યુપીટર પર તેની ભત્રીજી શ્રૃતીબા ને પ્રાઇમ સ્કૂલમાં મુકીને તેના ઘરે પરત જતાં હતાં ત્યારે બેડેશ્વર પુલ નીચે પહોંચ્યા તે સમયે કૈલાશબા અરવિંદસિંહ જાડેજા નામના મહિલાએ ઉમીયાબા સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. જેથી મહિલા તેના ઘરે જતાં રહ્યા હતાં. ત્યારબાદ કૈલાશબા થોડા સમય પછી મહિલાના ઘરે આવી દરવાજો ખખડાવતા ઉમીયાબાએ દરવાજો ખોલ્યો ન હતો જેથી કૈલાશબાએ ‘તુ દરવાજો નહી ખોલીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી ઉપરાંત મહિલાની ભત્રીજી શ્રૃતીબાને તેની પ્રાઇમ સ્કૂલમાં જઇ ખોટી રીતે હેરાન પરેશાન કરતા તથા ઉમીયાબાના પરીવારના સભ્યોને કૈલાશબા અવાર નવાર હેરાન કરતા હતાં. આ મામલે ઉમીયાબા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફે મહિલા વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


