Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં નોકરી છોડવા માટે યુવાન ઉપર 13 શખ્સોનો હુમલો

જામનગરમાં નોકરી છોડવા માટે યુવાન ઉપર 13 શખ્સોનો હુમલો

ગત્રાત્રિના સત્યમ્ કોલોની પાસે ફોન કરી બોલાવ્યો : પાઇપ, ધોકા અને લાકડી વડે હુમલો : ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરમાં સત્યમ્ કોલોની અન્ડરબ્રીજ પાસે જામનગરની નામાંકિત હોટલ પાસેથી નોકરી છોડી જતો રહે તે માટે 13 જેટલા શખ્સોએ યુવાનને ફોન કરીને બોલાવ્યા બાદ પાઇપ, લાકડી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના સત્યમ્ કોલોની વિસ્તારમાં રહેતાં અમિતભાઇ ચંદુભાઇ ચુડાસમા (ઉ.વ.48) નામનો યુવાન જામનગરની નામાંકિત હોટલમાં નોકરી કરતો હતો. આ નોકરી છોડીને જતાં રહેવા માટે ભાનુશાળી અગ્રણીએ ફોન કરીને અન્ડરબ્રીજ પાસે ગત્રાત્રિના યુવાનને બોલાવ્યો હતો. જ્યાં 10 અજાણ્યા સહિતના 13 શખ્સોએ એકસંપ કરીને લોખંડના પાઇપ, લાકડી તથા લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન. બી.ડાભી તથા સ્ટાફએ હુમલાનો ભોગ બનેલા યુવાનના નિવેદનના આધારે 13 શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular