Friday, December 5, 2025
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજાર રેકોર્ડ હાઇ : નિફટી 26310, સેન્સેકસ 86055

ભારતીય શેરબજાર રેકોર્ડ હાઇ : નિફટી 26310, સેન્સેકસ 86055

14 મહિના બાદ સેન્સેકસ અને નિફટીએ નવી ટોચ બનાવી : રોકાણકારો ઝૂમી ઉઠયા : સંપત્તિમાં બે દિવસમાં 8 લાખ કરોડનો ઉછાળો

ભારતીય શેરબજારે આજે ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે પહેલીવાર સેન્સેક્સ પણ પહેલીવાર 86000ની સપાટીને કૂદાવી જતા ઈતિહાસ રચાઈ ગયો છે. સેન્સેક્સે આજે 86026.18 ની સપાટીને સ્પર્શ્યું હતું.

- Advertisement -

આજે સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 105 પોઈન્ટના ઉછાળા સાથે 26,310.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. બીજી બાજુ સેન્સેક્સે પણ રેકોર્ડ સર્જી દેતાં પહેલીવાર 86000ની સપાટીને કૂદાવતા નવો ઈતિહાસ બનાવ્યો હતો. સેન્સેકસે 86055ની નવી સપાટી બનાવી હતી.

BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, ક્ધઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ ગમે ત્યારે ખત્મ થવાની  જાહેરાત થવાના આશાવાદ હેઠળ મનોવૃતિ બદલાઇ હતી. ભારતમાં આર્થિક વિકાસ અને આવતા સપ્તાહમાં રીઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અટકળોથી પણ તેજીને ટેકો મળ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટનું માનસ જ તેજીનું બની ગયું છે અને આ દૌર આગળ ચાલી શકે છે.  શેરબજારમાં આજે ઓટોમોબાઇલ, એસએનસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, બેંક, ઓઇલ એન્ડ ગેસ જેવા ક્ષેત્રોના શેરોમાં લેવાલીનું આકર્ષણ હતું. બજાજ ફાયનાન્સ, ગ્લેન્ડમાર્ક, એસઆરએફ, એમસીએફ, આઇસીઆઇસીઆઇ બેંક, પેટીએમ, કેનેરા બેંક, લાર્સન, હિરો મોટો, એકસીસ બેંક જેવા શેરોમાં ઉછાળો હતો. અંબર, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ,  વોલ્ટાસ, પીજી ઇલેકટ્રો પ્લાસ્ટ જેવા શેરોમાં નબળાઇ હતી.

- Advertisement -

શેરબજારમાં તેજીના કારણો

– અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની આશા

- Advertisement -

– ભારતનો મજબૂત GDP ગ્રોથ

– કંપનીઓના સારા પરિણામો

– વિદેશી અને સ્થાનિક રોકાણકારો દ્વારા ભારે ખરીદી

– દેશમાં રાજકીય સ્થિરતા અને સરકારની નીતિઓ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular