દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણના મુદ્દે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે સ્થાનિક ખેડૂતોમાં વસઈ આજુબાજુની જમીનોમાં એરપોર્ટ નિર્માણ માટે જમીન સંપાદન સહિતના મુદ્દે તંત્ર સાથે થનાર ચર્ચા પહેલાં જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
આ પ્રસ્તાવિત એરપોર્ટ માટેની જરૂરી ખાનગી માલિકીના સર્વે નંબરવાળી જમીનોના અસરગ્રસ્ત વસઈ, ગઢેચી, મેવાસા અને કલ્યાણપુર ગામના ખેડૂતોએ મંગળવારે સંયુકત રીતે કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ વ્યકત કર્યો હતો. મંગળવારની પ્રસ્તાવિત કામગીરી સબબ કોઈ કારણસર અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. આગામી દિવસોમાં આ બાબતે અધિકારીગણ સ્થળ મુલાકાત લઈ કામગીરી કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
View this post on Instagram


