ભારતીય બંધારણના અંગીકરણના 76મા વર્ષની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા “સંવિધાન દિવસ” અંતર્ગત લાલ બંગલા સર્કલ પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરેમન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ ઈશ્વરભાઈ હિંડોચા, મધુભાઇ ગોંડલિયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
View this post on Instagram


