ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ રિલીઝ થયું છે. મુંબઈમાં ICCની સેરેમની ચાલી રહી છે. ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી 7 શહેરોના 8 વેન્યૂ પર યોજાશે. આમાં ભારતના 5 અને શ્રીલંકાના 2 શહેર સામેલ છે. રોહિત શર્માને ટુર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. T-20 વર્લ્ડકપ 2026 માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે.

ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 55 મેચ રમાશે. ભારતમાં અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈમાં ટુર્નામેન્ટની મેચ રમાશે. જ્યારે શ્રીલંકામાં કોલંબો અને કેન્ડીમાં મુકાબલા થશે. ગ્રૂપ સ્ટેજમાં ટીમને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતને USA, નેધરલેન્ડ્સ, નામિબિયા અને પાકિસ્તાન સાથે એક જ ગ્રૂપમાં ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે.
ગ્રૂપ સ્ટેજમાં કુલ 20 ટીમ સામેલ થશે, જેમને પાંચ અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવશે. દરેક ટીમ પોતાના ગ્રૂપમાં લીગ મેચ રમશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 55 મેચ રમાશે દરેક ગ્રૂપમાંથી માત્ર ટોચની બે ટીમ જ સુપર-8 માટે ક્વોલિફાય કરી શકશે. 4 માર્ચે પ્રથમ સેમી ફાયનલ કલકત્તા અથવા કોલમ્બોમાં અને બીજી સેમીફાયનલ 5 માર્ચે મુંબઈમાં રમાશે. 8 માર્ચે અમદાવાદ અથવા કોલોમ્બોમાં ફાયનલ રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાને નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો, તો મેચ શ્રીલંકામાં યોજાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં BCCI અને PCB વચ્ચે આ સહમતિ બની હતી કે ભવિષ્યમાં બંને ટીમ એકબીજાના દેશોની યાત્રા નહીં કરે, પરંતુ પોતાની મેચ ન્યુટ્રલ વેન્યૂ પર રમશે. આથી જો પાકિસ્તાન સેમી ફાયનલ અથવા ફાયનલમાં આવે તો અત્યારે સેમી ફાયનલ અને ફાયનલમાં બે વેન્યુ રાખવામાં આવ્યા છે.


