જામનગર બચુનગરમાં કમિશનરની સરપ્રાઈઝ વિઝિટ બાદ ફરી ગેરકાયદે પ્રવૃત્તિઓ શરુ થતા ફરી એકવાર ડિમોલિશન કરાયું
બચુનગર વિસ્તારમાં કમિશનરની ગયા દિવસોની અચાનક મુલાકાત દરમિયાન એક ફાર્મ હાઉસ સહિત અનેક ગેરકાયદે બંધાણ ઉપર કાર્યવાહી કરીને તેને પાડવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં ફરીથી અહીં દબાણકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હોવાના બનાવો બહાર આવ્યા છે.
જે ફાર્મ હાઉસને તોડવામાં આવ્યું હતું, ત્યાં ફરી ઘોડાઓ રાખવામાં આવ્યા છે અને નવા વૃક્ષો વાવી ફરીથી ફાર્મહાઉસ ઉભું કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયાની માહિતી મળી છે.
તેમજ, જે સ્થળે લક્ઝરી બંગલાની જેમ ઊભેલી દરગાહને તોડી પાડવામાં આવી હતી, ત્યાં ફરીથી લોબાન, ધૂપદીવા અને ધાર્મિક ક્રિયાઓ થઈ રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈને કમિશનરના આદેશ મુજબ ફરી એકવાર ડિમોલિશનની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.


