Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરનો નવો ઓવરબ્રિજ બન્યો “ન્યૂ એન્ટ્રી પોઇન્ટ ઑફ સેલ્ફી સિટી” - VIDEO

જામનગરનો નવો ઓવરબ્રિજ બન્યો “ન્યૂ એન્ટ્રી પોઇન્ટ ઑફ સેલ્ફી સિટી” – VIDEO

પ્રથમ જ દિવસે લાઇટિંગની છટામાં ઉમટ્યો જનસમુદાય

જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ થતાં જ પ્રથમ સાંજથી જ શહેરમાં જાણે તહેવારનો માહોલ સર્જાયો. સુશોભિત અને જગમગ કરતી લાઇટિંગ વચ્ચે લોકો મોટી સંખ્યામાં આ નવા અવરબ્રિજની સફર માણવા ઉમટી પડ્યા.

- Advertisement -

પરિવારો, યુવાનો અને બાળકો માટે આ બ્રિજ પહેલી જ રાતે આકર્ષણનો કેન્દ્ર બની ગયો, દરેકને બસ એક જ ઉત્સાહ, નવો બ્રિજ જોવા અને તેની રાત્રીની રોશનીની મજા માણવાની.

- Advertisement -

સાત રસ્તા સર્કલ પાસે તો ખાસ કરીને ભીડનો માહોલ જોવા મળ્યો, જ્યાં લાઇટિંગની છટામાં લોકોએ સેલ્ફી અને ફોટોશૂટ કરતા જાણે નવો “સેલ્ફી સ્પોટ” જ ઉભો થયો હોય તેમ લાગ્યું.

જામનગરવાસીઓ માટે આ ઓવરબ્રિજ માત્ર પ્રવાસનો રસ્તો નહીં પરંતુ વિકાસનું નવું પ્રતિક અને આનંદનું નવું સ્થળ બની ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular