જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં ચાલી રહેલી SIR કામગીરી દરમિયાન મસીતીયા શાળાની મહિલા શિક્ષિકા તેમજ BLO તરીકે ફરજ બજાવતા હિરલબેન ત્રિવેદીની અચાનક તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. કામગીરી દરમ્યાન અચાનક ચક્કર આવતા હિરલબેન ત્રિવેદી બેભાન થઈ જતાં તરત જ 108 મારફતે તેમને જી.જી. હોસ્પિટલના ઈંઈઞ વિભાગમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.
રાજ્યભરમાં SIR અને BLO કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી શિક્ષકો દ્વારા સતત રજુઆતો કરવામાં આવી રહી છે. કાર્યનો સતત વધતો બોજ, દૈનિક કામગીરીનું ભારણ, સમયસરના દબાણ તેમજ તંત્ર તરફથી વધતા દબાણ વચ્ચે શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
તાજેતરમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં BLO અને SIR કામગીરી દરમ્યાન શિક્ષકોની તબિયત બગડવાના બનાવો સામે આવ્યા બાદ શિક્ષકવર્ગમાં ભારે નિરાશા ફેલાઈ છે. એક પછી એક આવી ઘટનાઓ બાદ શિક્ષકો દ્વારા સરકારને કાર્યભાર ઘટાડીને વ્યવસ્થિત આયોજન પૂર્વક કામગીરી કરવાની માંગ ઉઠી રહી છે.
શિક્ષકોએ આ ઘટનાને ગંભીર ગણાવી તંત્રને વિનંતી કરી છે કે સતત દબાણવાળી કામગીરીઓ શિક્ષકોના આરોગ્ય પર અસર કરતી હોવાથી યોગ્ય આયોજન, કાર્યનું વહેંચણ અને માનવીય અભિગમથી પગલાં લેવાં જરૂરી છે.


