જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાય ઓવરબ્રિજ સહિત કુલ રૂા.622 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સોમવારે તા.24ના રોજ ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કાર્યક્રમ યોજાશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાય ઓવર બ્રિજ સહિત કુલ રૂા.622 કરોડના ખાતમુર્હુત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. તા.24ના રોજ જામનગરના ધનવંતરી ઓડીટોરીયમમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ ખાતમુર્હુત થશે જેમાં જામનગર મહાનગરપાલિકાના રૂા.417.33 કરોડના 7 કામોનું લાકાર્પણ, રૂા.33.89 કરોડના કામનું ખાતમુર્હુત, એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર અને જી.જી. હોસ્પિટલના રૂા.54.94 કરોડના કામનું લોકાર્પણ, નાયબ પશુપાલક નિયામક જિલ્લા પંચાયત જામનગર વિભાગના રૂા.15.63 કરોડના 13 કામોનું ખાતમુર્હુત, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) જામનગર વિભાગના 64.03 કરોડના 34 કામોનું ખાતમુર્હુત, પોલીસ અધિક્ષક જામનગર વિભાગના 20.36 કરોડના કામનું ખાતમુર્હુત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગના 0.9 કરોડના કામનું ખાતમુર્હુત તથા રૂા.2.04 કરોડના ચાર કામોનું લાકાર્પણ, સિંચાઇ વિભાગ (પંચાયત) જામનગર વિભાગના 13.26 કરોડના બે કામોનું લાકાર્પણ તથા જિલ્લા આયોજન કચેરી જામનગરના 0.09 કરોડના ચાર કામોનું ખાતમુર્હુત અને 0.05 કરોડના કામનું લોકાર્પણ કરવામાં આવશે.
આમ ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ, જી.જી. હોસ્પિટલમાં ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ તથા પોલીસ હેડકવાર્ટરમાં નવી એસ.પી. કચેરીનું ખાતમુર્હુત સહિત અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત થશે. જામનગર મહાનગરપાલિકાના 417.33 કરોડના લોકાર્પણ, 33.89 કરોડના કામોનું ખાતમુર્હુત, અન્ય વિભાગના 101.01 કરોડના કામોના ખાતમુર્હુત તથા અન્ય વિભાગના 70.29 કરોડના કામોનું લોકાર્પણ થશે.


