શિયાળાના આગમન સાથે જામનગરમાં આયુર્વેદીક કાવો, ગરમ સુપ સહિતના ગરમ પીણાની માંગ વધતી જઇ રહી છે. ઠંડી તે રક્ષણ માટે શહેરીજનો સ્વાથ્યવર્ધક કાવો પીવા માટે ઉમટી પડે છે. રાત્રીના સમયે જામનગરમાં આયુર્વેદીક કાવાની લારીઓ ઉપર લોકોની ભીડ જામતી જોવા મળે છે.
જામનગર શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા હવે આઇસ્ક્રીમ, ગોલા, કોલ્ડ્રીંસ સહિતના ઠંડા-પીણાની માંગ ઘટી હવે આયુર્વેદીક કાવા, સુપ, કઢેલુ દુધ સહિતની માંગ વધતી જશે. જામનગરમાં આયુર્વેદીક ઔષધીઓથી કાવો ખુબ જ પ્રખ્યાત છે. જામનગરમાં તળાવની પાળ પાસે રજવાડી કાવા ઘરમાં લોકો રાત્રે મોટી સંખ્યામાં કાવો પીવા ઉમટે છે. ત્રીજી પેઢીથી કાવાનું વેંચાણ કરતા રજવાડી કાવા ઘરના વેપારીએ જણાવ્યું હતું કે કાવો બનાવવા માટે ગુદ દાણા, સંચર પાવડર, સુંઠ પાવડર, તુલસી, લવીંગ, મરી સહિતના અનેક પ્રકારના આયુર્વેદીક મસાલા મીક્ષ કરી ઉકાળીને કાવો તૈયાર કરવામાં આવે છે. તેમજ કાવો કડવો, ખાટો, ખારો, તીખો એમ લોકોની ઇચ્છા મુજબના તમામ સ્વાદમાં તૈયાર કરાય છે અને આંદુ-લીંબુ, મીઠુનો ઉપયોગ પણ થાય છે.
View this post on Instagram
કાવો બનાવનાર વેપારીના જણાવ્યા અનુસાર કાવો શરદી, ઉધરસ, કફ, અપચો સહિતની સમસ્યામાં પણ રાહતરૂપ રહે છે. રાત્રે તાંબાના વાસણમાં કાવો ગરમ કરવામાં આવે છે. જે શરીર માટે ફાયદા કારક નિવડે છે. અને કડકડતી ઠંડીમાં ર્સ્ફૂતીનો અહેસાસ કરાવે છે.


