જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે આવેલા પંચરત્ન કોમ્પ્લેક્ષમાં આવેલા મોબાઇલ શોરૂમમાં નોકરી કરતાં કર્મચારીએ દુકાનમાંથી સમયાંતરે નવ લાખની કિંમતના 15 નંગ મોબાઇલ ચોરી કરી ગયાના બનાવની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી આરોપીની ધરપકડ કરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ટાઉનહોલ પાસે રહેતાં રાજેશભાઇ ખોડુભાઇ ગોહિલ નામના પ્રૌઢ વેપારીને અંબર ચોકડી પાસે પંચરત્ન કોમ્પ્લેક્ષમાં આવેલી યશ મોબાઇલ નામની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં કિશન ચેતન બાવરિયા નામના શખ્સે ગત્ જુલાઇ મહિનાથી નવેમ્બર સુધીના સમય દરમિયાન દુકાનમાં રહેલા રૂા. 9,10,000ની કિંમતના 15 નંગ મોબાઇલ સમયાંતરે ચોરી કરી ગયો હતો.
View this post on Instagram
આ મોબાઇલ ચોરીના બનાવની જાણના આધારે હે.કો. ડી. એમ. પરમાર તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દુકાનના સીસીટીવી કેમેરા તપાસી આરોપી કિશન બાવરિયા નામના કર્મચારી શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


