જામનગરના બેડી બંદર રોડ પર ગઇકાલે મોડી રાત્રે એક રોઝડુ લટાર મારતુ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું.
આ અંગે લોકોએ ફોનમાં વિડીયો બનાવ્યો હતો. જે પણ વાયરલ થયો હતો. જામનગર શહેરના પોષ વિસ્તાર એવા બેડી બંદર રોડ પર આવેલ એક પીઝા પાર્લર નજીક ગઇકાલે રાત્રીના સમયે રોઝડુ આટાંફેરા કરતું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે આ ઘટના કેટલાક લોકોના ઘ્યાનમાં આવી હતી. શહેરી વિસ્તારમાં રોઝડુ આટાં મારતા શ્વાન પણ એકઠા થઇ ગયા હતાં અને રોઝડાને જોઇને જોર જોરથી ભસવા લાગતા વિસ્તારમાં લોકો પણ જાગી ગયા હતાં. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


