Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં શિયાળાની જમાવટ, લઘુતમ તાપમાન 13 ડીગ્રી

જામનગરમાં શિયાળાની જમાવટ, લઘુતમ તાપમાન 13 ડીગ્રી

જામનગર શહેરમાં શિયાળાની જમાવટ થતી જઇ રહી છે લઘુતમ તાપમાનનો પારો હવે ધીમે ધીમે નીચે જતો દેખાઇ રહ્યો છે. જામનગરમાં મંગળવારે લઘુતમ તાપમાન 13 ડીગ્રી નોંધાયુ છે. જેના પરિણામે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાવા મજબુર બનતા જાય છે.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં હવે લઘુતમ તાપમાનનો પારો ઘટતા શહેરીજનો ઠંડીની જમાવટ થતી હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જામનગરમાં સતત બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો 13 ડીગ્રી આજુબાજુ રહ્યો છે. લઘુતમ તાપમાન 13 ડીગ્રી નજીક પહોંચી જતાં ઠંડીનો લોકો અહેસાસ કરે છે અને આ સાથે ઠંડા પવનો ફુકાતા મોડી સાંજથી વાતાવરણમાં ટાઢોળુ છવાઇ છે. ખાસ કરીને સવારના સમયે ઠંડીના પરિણામે શાળાએ જતાં બાળકો તેમજ વહેલી સવારે કામ ધંધે જતાં ધંધાર્થીઓ અને આવાગમન કરતા લોકો ગરમ વસ્ત્રનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

શિયાળાના પગરવ બાદ આજે મંગળવારે અત્યાર સુધીનું સૌથી નીચુ લઘુતમ તાપમાન જોવા મળ્યું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગરમાં લઘુતમ તાપમાન 13 ડીગ્રી, મહત્તમ તાપમાન 30 ડીગ્રી હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા તથા પવનની ગતિ 3.5 કિ.મી./કલાકની નોંધાઇ હતી. આ દરમિયાન મહત્તમ તાપમાન 13 ડીગ્રી નોંધાતુ હોય બપોરના સમયે શહેરીજનોને હજુ ઠંડીમાં થોડી રાહત જોવા મળી રહી છે જોકે આ સિવાયના સમયમાં જનજીવન, ટાઢોડાનો અનુભવ કરી રહી છે.

- Advertisement -

શિયાળાની જમાવટ સાથે ગરમ વસ્ત્રો ખરીદવા લોકો વ્યસ્ત થયા છે અને દુકાનોમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે ભીડ જામતી જઇ રહી છે. આ ઉપરાંત શિયાળાને પગલે ગરમ ખાણી-પીણીમાં પણ ધીમે ધીમે ભીડ જામતી જઇ રહી છે. ચા-કોફી, કાવો, સુપ સહિતની વસ્તુઓની માંગ વધતી જઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular