પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજના સાન્નિધ્યમાં તા. 12 અને 13 નવેમ્બરના રોજ જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જામનગર અને ભાદરા મંદિર હેઠળ આવતા ગ્રામ્ય દિનની ઉજવણી હજારો હરિભક્તોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.
પ. પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંગીતજ્ઞ વૃંદ દ્વારા વિવિધ ભજનકીર્તનના સંગે અને બાળકોના મુખપાઠ દ્વારા પ્રાત:પૂજા દર્શનનો લ્હાવો હજારો ભક્તોએ લીધો હતો. નાના નાના બાળકો દ્વારા થતી મુખપાઠની રજૂઆત જોઈ સ્વામી રાજી થયા હતા.
View this post on Instagram
પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે નવા નિર્માણ પામનાર હરિમંદિરનું ખાત મુહૂર્ત કર્યું હતું જેમાં વાનાવત ગામના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ લતીપર, નંદપુર, હરિપર ગામમાં હરીમંદિરો તૈયાર થયા તે મૂર્તિઓનું પૂજન પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે થયું ને સાથે સાથે વાનાવડ, મજોઠ અને વરણા ગામના મંદિર તેમજ આશ્રમ માટે ઇષ્ટિકાઓનું પૂજન પણ કર્યું હતું. ભાણવડ, ખંભાળીયા તથા ભાદરા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોની હાજરીમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નકશા ઉપર હાથ ફેરવી સત્સંગ ખૂબ વધશે અને બધા તને મને ધને સુખી થશે એવા આશીર્વાદ પાઠવ્યા હતાં. ભાણવડ, ખંભાળિયા અને ભાદરા ક્ષેત્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારથી પધારેલ હરિભક્તો બાપાના સ્વાગત માટે ઘરેથી ભક્તિભાવથી તૈયાર કરીને કલાત્મક હાર, પ્રસાદ અને વિવિધ ઉપહારો લાવ્યા હતા તે અર્પણ કર્યા હતાં.
શ્રીહરિના સમયે કેવા કેવા ભક્તો હતા!! એવા રસપ્રદ સંવાદની રજૂઆતો થઈ, જેમાં આજ્ઞાપાલનનો મહિમા જાણ્યો. નાના નાના બાળકો દ્વારા પ્રસ્તુત થયેલ ભાગ્ય મોટાએ ભૂમિના સંવાદ દ્વારા બ્રહ્મસ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીના જન્મ સ્થાન એવા ભાદરા ગામનો દિવ્ય મહિમાનું ગાન થયું સાથે સાથે સ્વામીએ પણ આ સ્થાનનો મહિમા વર્ણવતો પત્ર લખ્યો હતો તેના પર નિરૂપણ દ્વારા આશીર્વાદ આપ્યા હતા.
સ્વામી સમક્ષ કાર્યકરોનો પરિચય થયો અને પૂ. અપૂર્વમુની સ્વામી દ્વારા સુંદર પ્રશ્ર્નોત્તરી થઈ હતી. સ્વામીએ પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરો થશે, સત્સંગ ખૂબ વધશે અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે તેમ પાંદડે પાંદડે સત્સંગ થશે. અને સભાના અંતમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સંગે ગુરુહરિની સમૂહ આરતીનો લાભ લીધો હતો.


