Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ફલાયઓવર લોકાપર્ણ કાર્યક્રમમાં થઇ શકે છે ફેરફાર

જામનગરના ફલાયઓવર લોકાપર્ણ કાર્યક્રમમાં થઇ શકે છે ફેરફાર

આગામી ર0 નવેમ્બરે જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાયઓવરનું લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિર્ધારીત કરવામાં આવ્યું છે. બીજી તરફ આગામી 20 નવેમ્બરે બિહારમાં એનડીએ સરકારની શપથવિધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તેમજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને શપથવિધીમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવમાં આવ્યું છે. ત્યારે સંભવત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલ આ શપથવિધી સમારોહમાં હાજરી આપવા પટના જઇ શકે છે. તેવા સંજોગોમાં જામનગરમાં 20મીએ યોજાનારા ફલાયઓવરના લોકાર્પણના કાર્યક્રમમાં ફેરફાર થઇ શકે છે. જો કે, સતાવાર રીતે આ અંગે હજુ સુધી કોઇ જાણકારી જામ્યુકોના તંત્રને મળી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular