Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરભારત A નો ધમાકેદાર દબદબો, દક્ષિણ આફ્રિકા A પર 9 વિકેટની ભવ્ય...

ભારત A નો ધમાકેદાર દબદબો, દક્ષિણ આફ્રિકા A પર 9 વિકેટની ભવ્ય જીત, સિરીઝ 2-0થી પોતાના નામે – VIDEO

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં 16 નવેમ્બર, 2025ના રોજ રમાયેલી બીજી અનઅધિકૃત વનડેમાં ભારત A ટીમે દક્ષિણ આફ્રિકા A સામે 9 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ વિજય સાથે ભારત A એ ત્રણ મેચોની સિરીઝમાં અપરાજિત 2-0ની લીડ મેળવી, સિરીઝ પોતાના નામે કરી છે.

- Advertisement -

મેચની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા Aએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. શરૂઆત સારી રહી પણ ભારત Aના બોલરો દ્રારા રચાયેલી ઘાતક સ્ટ્રેટેજી સામે તેમની બેટિંગ લાઇન–અપ પૂરી રીતે ધરાશાયી થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાની ટીમ એક સમયે 59/1 પર સારી સ્થિતિમાં હતી, પરંતુ બાદમાં ભારતીય બોલરોના ત્રાટકારા સામે ટીમ 132 રનમાં જ સમેટાઈ ગઈ હતી. હર્ષિત રાણા અને નિષાંત સિંધુની શાનદાર બોલિંગે દક્ષિણ આફ્રિકાની કમર તોડી નાખી હતી. સતત દબાણ, ચોક્સાઈભર્યો લાઈન–લેથ અને આક્રમકતા સામે વિરોધી બેટ્સમેનો ટકી જ શક્યા નહોતા.

- Advertisement -

ભારતની ટીમ Aની ઇનિંગ્સ 133 રન માત્ર એક વિકેટ ગુમાવીને કુલ 27.5 ઓવર્સ પુર્ણ ગર્વભેર જીત મેળવી હતી. 133 રનના સરળ ટાર્ગેટનો પીછો કરતાં ભારત Aએ શરુઆતથી જ મેચ પર પોતાની પકડ મજબૂત રાખી. રૂતુરાજ ગાયકવાડ એ અનબીટન ફિફ્ટી ફટકારી ટીમને ભવ્ય જીત અપાવી હતી. ટીમે ફક્ત 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું અને વિજયને માત્ર ઔપચારિકતા બનાવી દીધી.

- Advertisement -

નિષાંત સિંધુ આગેવાનીની બોલિંગ, સિદ્ધાંતશીલ લાઈને લેથ અને મહત્વના ક્ષણોમાં મેળવેલા બ્રેકથ્રુઓએ તેમને મૅન ઑફ ધ મૅચનો સન્માન મેળવ્યુ. ભારત Aએ બેમાંથી બે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી છે. યુવાઓએ ઉત્તમ કૌશલ્ય, શાંતિ અને પ્રતિભા દર્શાવી સિલેક્શન પેનલનું ધ્યાન ખેંચ્યું છે. ટીમનું પ્રદર્શન સિનિયર ટીમ માટે મજબૂત દાવેદારી ઉભી કરે છે.

રવિવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનારી મેચને લઈને રજાનો દિવસ હોવાને કારણે મોટી સંખ્યામાં પ્રેક્ષકો સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા હતા. મેચ શરૂ થતા જ ગેલેરીઓમાં દર્શકોના ઉત્સાહભેર નાદ ગૂંજી ઉઠ્યા. પરિવાર સાથે આવેલા નાના–મોટા ક્રિકેટપ્રેમીઓએ સ્ટેડિયમમાં તહેવાર જેવી માહોલ સજાવ્યું. મેચમાં ઓછા રનની ઇનિંગ હોવાથી રમત નજીકના સમયમાં જ પુર્ણ થઈ ગઈ હતી, છતાં રમતનો ઉત્સાહ ક્યાંય ઓછો થયો ન હતો. ટૂંકી મેચ હોવા છતાં ખેલાડીઓના રમત પર પ્રેક્ષકોની ઉલ્લાસભરી પ્રશંસાએ ઊર્જા વધારી દીધી હતી. રમત વહેલી પૂર્ણ થઈ હોવા છતાં જીતનો ઉમંગ પ્રેક્ષકોમાં જોવા મળ્યો હતો. રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સ્ટેડિયમની બહાર પાર્કિંગથી લઈને એન્ટ્રી ગેટ સુધી ભારે અવરજવર જોવા મળી. રમતપ્રેમીઓએ રવિવારની રજા ક્રિકેટ સાથે માણી અને યાદગાર પળો જીવવાનો આનંદ મેળવ્યો.

સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે
બુધવારે 19 નવેમ્બર 2025 ભારત A ક્લીન સ્વીપ કરવાનો લક્ષ્ય રાખશે, જ્યારે દક્ષિણ આફ્રિકા A પોતાની પ્રતિષ્ઠા બચાવવા મેદાને ઉતરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular