આઈપીએલ-2026 માટે આજે સવારથી વિવિધ ટીમો દ્વારા ટ્રેડ પ્રક્રિયા પૂર્ણ કરી ખેલાડીઓ ટ્રેડ કર્યા હતાં. રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન સહિતના અનેક મોટા ખેલાડીઓ તથા આગામી સીઝનમાં નવી ટીમમાંથી રમતા જોવા મળશે. આ સાથે આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા પોતાના રિટેઈન કરાયેલા પ્લેયરની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્વેલને રિટેઈન કર્યો નથી અને તેને રિલીઝ કરતા મીની ઓકશનમાં અન્ય ધરખમ ખેલાડીને ટીમમાં સામેલ કરવા પર ધ્યાન આપી શકે છે. આ ઉપરાંત કલકતા નાઈટ રાઈડર્સે આન્દ્રે રસલને પણ રિલીઝ કરી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સે 11 ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રીટેઈન કરાયેલ ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.


