Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસ સામે પોલીસ ફરિયાદ

જામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસ સામે પોલીસ ફરિયાદ

પાંચ ટકાના માસિક વ્યાજે દસ લાખ લીધા : મેમાણ ગામની જમીનનું બળજબરીપૂર્વક લખાણ કરાવ્યું : 15 લાખની પઠાણી ઉઘરાણી કરી : પોલીસ દ્વારા વ્યાજખોર વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાને દસ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. અને આ રકમ પેટે વ્યાજખોરે બળજબરીથી યુવાનની મેમાણ ગામમાં આવેલી જમીન લખાણ કરી પંદર લાખની ઉઘરાણી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખોજા ગેઇટ પાસે, સોઢાવાડી વિસ્તારમાં રહેતાં શબ્બીરહુશેન ઉમરભાઇ હમીરકા (ઉ.વ.42) નામના યુવાને મસિતિયાના હાજી અમીર ખફી પાસેથી દસ લાખ રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજે લીધા હતા. આ દસ લાખની રકમનું એક માસનું વ્યાજ રૂા. 50 હજાર શબ્બીરે ચૂકવી દીધું હતું. તેમ છતાં થોડાં દિવસ પહેલાં વ્યાજખોરે શબ્બીરને બોલાવી અને આ રૂપિયા આપ્યાનું લખાણ કરવા બોલાવી શબ્બીરની મેમાણ ગામની જમીનના વેંચાણ કરારનું લખાણ કરાવી બળજબરીપૂર્વક સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ શબ્બીર પાસે ફોન પર રૂા. 15 લાખની પઠાણી ઉઘરાણી કરી ગાળો કાઢી હતી. અને આ જમીન કોઇને વેંચવા નહીં દઉં તેવી ધમકી આપી હતી.

વ્યાજખોરના ત્રાસ સંદર્ભે આખરે શબ્બીરે પોલીસને જાણ કરી હતી. જેના આધારે હે.કો. વી. બી. કાનાણી તથા સ્ટાફે વ્યાજખોર હાજી ખફી વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular