જામનગર શહેરમાં બેડી શનીદેવ મંદિરની પાસે ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને જામનગર એલસીબીએ ઝડપી લઇ રોકડ, મોબાઇલ ફોન તથા મોટરસાઇકલ સહિત કુલ રૂા.2,97,400નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં બેડી શનીદેવ મંદિરની પાછળ ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની એલસીબીના અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ઘનશ્યામભાઇ દેરવાડીયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈનીની સુચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન સુરૂભા શિવુભા ઝાલા, અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા, બિમલ મનજી ચનીયારા તથા જીવરાજ મોહન દલાણી નામના ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. અને રેઇડ દરમિયાન રૂા.72,400, રૂા.15000ની કિંમતના 3 નંગ મોબાઇલ ફોન તથા રૂા.2,10,000ની કિંમતના 3 મોટરસાઇકલ સહિત કુલ રૂા.2,97,400નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


