પોલીસની ઘણી સેવાઓ ફોન કરતા મળી રહે છે. મહિલા બાળકો માટે પોલીસની સેવાઓ ફોન ડાયલ કરતા જ મળી રહે છે ત્યારે સોશિયલ મીડિયા પર એક બાળકની ફરિયાદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક પોલીસને કોલ કરીને તેની માતા અને બહેનોની આ ફરિયાદ કરતો જોવા મળે છે.
માતા-પિતા પોતાના બાળકની ઈચ્છા પુરી કરતા ઘણીવાર અચકાતા હોય છે એટલા માટે નહીં કે તે બાળકોને જોઇએ છે તે આપી નથી શકતા પરંતુ, ઘણીવખત બાળકની ઈચ્છા તેને વ્યસની બનાવી દે છે અને ઘણીવખત ખોટી ચીજોની માંગ પણ કરતા હોય છે. આ કિસ્સામાં એવું જ બન્યું કે બાળકે પોતાની માતા અને બહેનની ફરિયાદ કરતો કોલ સીધો પોલીસને કર્યો હતો.
“हैलो पुलिस अंकल- कुरकुरे के लिए ₹20 मांगे तो मां और बहन बहुत मारी है हमको”
मध्य प्रदेश के सिंगरौली से दिन बना देने वाला वीडियो… pic.twitter.com/f4MozRCdU2
— Anurag Amitabhانوراگ امیتابھअनुराग अमिताभ (@anuragamitabh) October 3, 2025
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના એક માસુમ બાળક દ્વારા કરવામાં આવેલી એક અનોખી ફરિયાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક 10 વર્ષના છોકરાએ 112 ઉપર ફોન કરીને પોતાની માતા અને બહેન વિશે પોલીસ ફરિયાદ કરી વિગતો એમ છે કે માતા અને બહેનની બાળકને પડીકુ ખરીદવા માટે રૂા.20 માંગ્યા ત્યારે આપ્યા નહીં અને માર માર્યો જેથી બાળક ગુસ્સે થયો અને રડતા રડતા 112 ડાયલ કર્યો અને પોલીસને ફરિયાદ કરી માર ખાધા પછી બાળકે ફોન કરીને ફરિયાદ નોંધાવી પોલીસે ફોન ઉપાડતાની સાથે જ બાળકે નિર્દોષતાથી સમજાવ્યું, મેં મારી માતા અને બહેન પાસે થોડી ક્રિસ્પી માટે રૂા.20 માંગ્યા હતાં પરંતુ, તેઓએ મને દોરડાથી બાંધી દીધો અને માર માર્યો ‘બાળક ફોન પર વાત કરતા કરતા રડવા લાગ્યો. બાળકને રડતા જોઇને 112 ઉપર તૈનાત પોલીસ અધિકારી ઉમેશ વિશ્વકર્મા તાત્કાલિક ગામમાં દોડી ગયા તેમણે બાળક અને માતા બંનેને બોલાવીને કાઉન્સેલીંગ કર્યું. તેમણે માતાને ભવિષ્યમાં બાળકને ન મારવાની સુચના પણ આપી અને બાળકની ઈચ્છા મુજબ રૂા.20 નું કુરકુરે પણ ખરીદી આપ્યું.


