જામનગર શહેરમાં ધરારનગર-2 વિસ્તારમાંથી એલસીબીની ટીમે બાતમીના આધારે જાવેદ અલીમામદ સમા અને સલીમ ઇસુબ જોખિયા નામના બે શખ્સોને આંતરીને તલાશી લેતા તેમના કબ્જામાંથી રૂા. 7800ની કિંમતની ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતાં એલસીબીએ બન્નેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં બ્રીજરાજસિંહ ઉર્ફે લાલોની સંડોવણી ખુલી હતી. જેના આધારે એલસીબીએ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરના રણજિતસાગર રોડ પરથી પસાર થતાં શૈલેષ ભરત રાઠોડ નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં શૈલેષ પાસેથી રૂા. 300ની કિંમતના ત્રણ નંગ ચપટા મળી આવતાં ધરપકડ કરી હતી.
ત્રીજો દરોડો જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેના રોડ પરથી પસાર થતાં સંજય ખીમજી ચાવડા નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂપિયા 500ની કિંમતના પાંચ નંગ ચપલા મળી આવતાં પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


