અખંડ ભારતના પ્રણેતા અને ભારતના લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતી નિમિતે જામનગરમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર 79 વિધાનસભા મત ક્ષેત્રમાં શુક્રવારે બપોરે રણજીતનગર પટેલ સમાજથી આ એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો. જે હિંગળાજ ચોક, દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકી, આર્યસમાજ, સેન્ટ્રલ બેંક, દરબારગઢ, સુભાષ માર્કેટ સહિતના રાજમાર્ગો પર થઇ પંચેશ્વર ટાવર ખાતે પુર્ણ થઇ હતી.
View this post on Instagram
આ એકતા યાત્રામાં રણજીતનગર ખાતેથી જામનગર 79 દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કમિશ્નર ડી.એન. મોદી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન પસોતમભાઇ કકનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઇ કગથરા, લેઉવા પટેલ સમાજ પ્રમુખ મનસુખભાઇ રાબડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી એકતા યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.


