બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએએ જંગી સીટો મેળવી ભવ્ય વિજય મેળવતા ભાજપામાં ખુશીની લહેર છવાઇ છે. જામનગરમાં પણ ભાજપાના ધારાસભ્યો દ્વારા બિહારના વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હોદેદારો કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતાં.
આજે બિહાર વિધાનસભાની ચુંટણીની મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભાજપ નેતૃત્વના એનડીએને બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. બિહારમાં એનડીએના વિજયને લઇ દેશભરમાં ભાજપાના કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો છે. જામનગર શહેરમાં પણ ભાજપામાં ખુશીની લહેર છવાઇ છે. રાજ્યના મંત્રી અને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા તેના જનસંપર્ક કાર્યાલય ખાતે આ જીતનું જશ્ન મનાવ્યું હતું.
View this post on Instagram
તેમજ જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા પણ તેના જનસંપર્ક કાર્યાલય ખાતે આ જીતની ઉજવણી કરી હતી. જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશીષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, કોર્પોરેટરો અરૂણભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, પાર્થભાઇ જેઠવા, તૃપ્તીબેન ખેતીયા, ધર્મીનાબેન સોઢા, કુસુંમબેન પંડયા, ધીરેનભાઇ મોનાણી, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, પૂર્વ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વસંતભાઇ ગોરી, મનીષભાઇ કનખરા, આકાશભાઇ બારડ સહિતના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ફટાકડા ફોડી આ જીતની ઉજવણી કરી હતી. તથા ભવ્ય જીત બદલ કાર્યકરોના મોં મીઠા કરાવ્યા હતાં.


