દીર્ઘાયુ કેન્દ્ર રાજકોટ તથા વામા નેચરો દ્વારા જામનગરમાં આવતીકાલે તા.15ના સવારે 10થી 12 દરમિયાન વામા નેચરો હિલીંગ પોઇન્ટ શાંતીવન-9 જી.ડી.શાહ સ્કૂલ સામે આયકર વિભાગ રોડ લાલવાડી જામનગર ખાતે વિનામુલ્યે આયુર્વેદીક પંચગવ્ય યોગ અને નેચરપથીનો નિદાન કેમ્પ સાથે સંજીવની પાનક અને યોગ ચિકિત્સાનું આયોજન કરાયુ છે. કેમ્પમાં વૈદ ઉમેશ પંડયા, નેચરોપથીસ્ટ પ્રિતીબેન પારેખ પોતાની સેવા આપશે. સાંધાનો દુ:ખાવો, બ્લડપ્રેશર, ડાયાબીટીશ, પથરી, સ્ત્રીરોગ, બાળકોના રોગ, શર્દી, માથાનો દુ:ખાવો, ગેસ, એસીડીટી તથા સર્વરોગનું વિના મુલ્યે નિદાન કરી અપાશે. લાલવાડી બગીચા પાસે સંજીવની પાનક અને યોગ ચિકિત્સા સવારે 10 વાગ્યે થશે.


