Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકાના દરિયામાં એકસાથે ડોલ્ફીનનો સમૂહ જોવા મળ્યો - VIDEO

દ્વારકાના દરિયામાં એકસાથે ડોલ્ફીનનો સમૂહ જોવા મળ્યો – VIDEO

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકા નજીક દરિયાઈ વિસ્તારોમાં ડોલ્ફિન મોટા પાયે જોવા મળતી હોવાના દ્રશ્યો હંમેશાં સાગરપ્રેમીઓને મંત્રમુગ્ધ કરતા આવ્યા છે. અગાઉ જ્યારે સુદર્શન બ્રીજ ન હતું ત્યારે લોકો નૌકા દ્વારા બેટ દ્વારકા આવતા જતા, ત્યારે ઘણી વાર દરિયામાં ઉછળતી, કૂદતી ડોલ્ફિનનું કુદરતી સૌંદર્ય સહજ રીતે નિહાળી શકતા હતા. દરિયાનું શાંત વલોણું અને તેની વચ્ચે દેખાતી ડોલ્ફિનની રમુજી ચાલાકીઓ પ્રવાસીઓને મનમોહી લેતી.

- Advertisement -

પરંતુ હવે સુદર્શન બ્રીજ બનેલા બાદ નૌકાવિહાર ઓછો થયો છે, જેના કારણે ડોલ્ફિનને નજીકથી જોવા માટે ખાસ દરિયાઈ માર્ગે જવું પડે છે. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવેલા સમુદ્રી પટ્ટામાં તાજેતરમાં એક સાથે ડઝનો ડોલ્ફિનનો ટોળો જોવા મળ્યો. તેમની સમુદ્ર સપાટી ઉપરની ઉછાળો લેતી રમતિયાળ ચાલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને સોશિયલ મીડિયામાં વીજગતિએ વાયરલ થયા.
આવા અદભૂત દ્રશ્યો ખાસ કરીને શિયાળાના સમયમાં વધુ જોવા મળતા હોય છે. આ સિઝનમાં દરિયાઈ હવાની ઠંડક, સ્વચ્છ પાણી અને પરિસ્થિતિઓ ડોલ્ફિનને સપાટી ઉપર આવવા અનુકૂળ રહે છે, જેના કારણે પ્રકૃતિપ્રેમી અને વન્યજીવન રસિકો ખૂબ જ ઉત્સાહ સાથે ઓખા અને બેટ દ્વારકા દરિયાકાંઠા તરફ ઉમટી પડે છે.

પ્રકૃતિના આ રમણીય દ્રશ્યો માત્ર પ્રવાસીઓને આકર્ષતા નથી, પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિની સંવેદનશીલતા અને સંરક્ષણની જરૂરિયાતની યાદ પણ અપાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular