Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoમોડે સુધી સુતી રહેતી દિકરીને જગાડવા માતાએ બેન્ડ ઘરે બોલાવ્યો - VIRAL...

મોડે સુધી સુતી રહેતી દિકરીને જગાડવા માતાએ બેન્ડ ઘરે બોલાવ્યો – VIRAL VIDEO

આજની પેઢી સોશિયલ મીડિયા પેઢી છે જે દિવસના ઉંઘે છે ને રાત્રે જાગે છે. આજની આધુનિક જીવનશૈલીમાં લોકો સવાર સુધી જાગે છે અને પછી દિવસના ઉંઘતા જોવા મળે છે. ત્યારે એક વાયરલ વીડિયોમાં અહીં એ બતાવાયું છે કે કેવી રીતે એક મહિલા તેની દિકરીઓની મોડી રાત સુધી સુવાની આદતથી કંટાળીને ઘરે બેન્ડ બોલાવે છે.

- Advertisement -

ઘણાં માતા-પિતા પોતાના સંતાનોના સવારે મોડા સુધી સુવાની આદતથી પરેશાન હોય છે. તમે ઘણીવાર માતા-પિતાને આ અંગે ફરિયાદ કરતા સાંભળ્યા હશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં માતા-પિતાએ તેમના બાળકોને મોડા સુધી સુવાની આદતથી હતાશ થઈને એક એવો ઉકેલ શોધી કાઢયો છે. જે સાંભળીને બધા હસી પડયા છે. વાયરલ વીડિયો જોઇને લોકો ખુબ જ મજા કરી રહ્યા હોય તેવું લાગે છે. મોડી રાત સુધી સુતેલી દીકરીને જગાડવા માટે તેની માતા એક બેન્ડ બોલાવે છે અને બેન્ડવાળાને જોઇને છોકરીઓ ચોંકી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

- Advertisement -

વીયિડોમાં જોઇ શકાય છે કે, બેન્ડવાળા સીડી ચડે છે એક રૂમમાં માતા તેને લઇ જાય છે જ્યાં તેની દિકરીઓ સુતી હોય છે. અંદર ગયા પછી તેઓ ઢોલ અને સંગીત વાદ્યો વગાડવાનું શરૂ કરે છે અને ધાબડા નીચે સુતેલી છોકરીઓ જાગી જાય છે અને બેન્ડવાળાને જોઇને સમજી જાય છે કે તેની માતાએ તેને જગાડવા માટે આ ટ્રીક અપનાવી છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ghantaa એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને કલાકોમાં તો લાખો વ્યૂઝ મળી ગયા હતાં અને લોકો તેેના પર જુદી પ્રતિક્રિયા પણ આપી રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular