ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં સ્થાનિક પોલીસે બે તસ્કરોને દબોચી લઇ રૂપિયા 1,75,000નો મુદામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબીના નાકા પાસેના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીમાં સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સિસની મદદથી હે.કો. રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, પો.કો. સંજયભાઇ સોલંકી, રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી (ગ્રામ્ય) ડીવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.વી. રાઠોડ તથા સ્ટાફે વોચ ગોઠવી જેહાપીરની દરગાહથી કિસ્મત હોટલ તરફના રસ્તા પરથી પસાર થતાં બાતમી મુજબના શાહનવાઝ ઉર્ફે શાનુડો ઇબ્રાહિમ શાહમદાર (ઉ.વ.31) અને શામીલ ઉર્ફે સુલ્તાન અમીન ખલીફા (ઉ.વ.28) નામના બે તસ્કરોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,25,000ની કિંમતની સોનાની બે બંગડી, રૂા. 40 હજારની કિંમતની સોનાની બે વિંટી, રૂા. આઠ હજારની કિંમતની ચાંદીની માળાના મણકા, રૂા. બે હજારની કિંમતનો ચાંદીનો ડબ્બો મળી કુલ રૂપિયા 1,75,000નો મુદામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
View this post on Instagram
પૂછપરછ દરમ્યાન શાહનવાઝ ઉર્ફે સાનુડો વિરૂઘ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે સામિલ ઉર્ફે સુલ્તાન વિરૂઘ્ધ ધ્રોલમાં, કાલાવડ તથા ભક્તિનગર પોલીસ સ્ટેશન રાજકોટમાં એક-એક ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.


