ગોલ્ડન ગ્રાન્ડમધર તરીકે ઓળખાતી 94 વર્ષીય એથ્લીટ-પના દેવી ગોદારાએ ચેન્નાઈમાં 23મી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટર ડેશ, શોટ પુટ, ભાલા ફેંક અને ડિસ્કસ થ્રોમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. બિકાનેર પરત ફરતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે અત્યાર સુધીમાં 16 ગોલ્ડ મેડલ જીત્યા છે.


